Header Ads

" />

ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર (Gujarat ni Bhugol)

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો

ગુજરાત ભારત દેશની પશ્ચિમ દિશામાં અરબ સાગરના કિનારે આવેલું છે. તે પશ્ચિમ દિશામાં અરબ સાગર, ઉત્તર અને ઈશાન દિશામાં રાજસ્થાન, પૂર્વ દિશામાં મધ્ય પ્રદેશ અને દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

વધુ વાંચો : અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતમાં બદલાયેલા નામો

  •     સ્થાન : એશિયા ખંડ ની દક્ષિણે ગુજરાત ભારત દેશની પશ્ચિમ દિશામાં અરબ સાગરના કિનારે આવેલું છે
  •     અક્ષાંશ : 20°6′ થી 24°07′ ઉત્તર અક્ષાંશ
  •     રેખાંશ : 68°10′ થી 74°28′ પૂર્વ રેખાંશ
  •     કર્કવૃત્ત : કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગમાંથી 23.5° ઉત્તર અક્ષાંસ પરથી પસાર થાય છે.
  •     કર્કવૃત્ત ગુજરાતના 6 જિલ્લા માંથી પસાર થાય છે : ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ જિલ્લામાંથી.
  •     કર્કવૃત્ત ગુજરાતના 2 શહેર પરથી પસાર થાય છે : પ્રાંતિજ અને હિંમતનગર એ બે શહેર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. મહેસાણા જિલ્લામાં આવેલ મોઢેરાના સૂર્યમંદિર પરથી કર્કવૃત્ત પસાર થાય છે.
  •     કટિબંધ : ગુજરાતના મોટા ભાગનો અંકુશ ઉષ્ણ કટિબંધ માં આવેલો છે. ગુજરાતનો માત્ર બનાસકાંઠા જિલ્લો સમશિતોષ્ણ કટિબંધમાં આવેલો છે.
  •     ક્ષેત્રફળ : 1,96,024 ચોરસ કિલોમીટર (75,686 ચોરસ માઇલ)
  •     ઉત્તર થી દક્ષિણ ની લંબાઈ : 590 કિલોમીટર
  •     પૂર્વ થી પશ્ચિમ ની પહોળાઈ : 500 કિલોમીટર
  •     સીમા : ઉત્તર દિશાએ કચ્છનું મોટું રણ અને પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ, ઈશાન દિશામાં રાજસ્થાન રાજ્ય, પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ રાજ્ય, અગ્નિ અને દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર રાજ્ય અને પશ્ચિમ દિશામાં અરબ સાગર છે.
  •     દરિયાઈ સીમા : 1600 કિલોમીટર
  •     અખાત : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિણે ખંભાતનો અખાત

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ ( IDDP )

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) - ક્વિઝના પ્રકાર

કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થાય તો કુટુંબને સહાય 

આયુષ્માન ભારત યોજના પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે

ગુજરાત ના જિલ્લા અને તાલુકા

ગુજરાતમાં 33 જિલ્લા અને 267 જેટલા તાલુકાઓ છે. ગુજરાત ની સ્થાપના 1લી મે 1960 ના રોજ થઇ હતી. ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓની કુલ સંખ્યા 17 હતી. છેલ્લે 2017 માં દાહોદ જિલ્લામાં શીંગવડ તાલુકાની રચના કરવામાં આવી હતી. 

ગુજરાત ના બંદરો (Gujarat ni Bhugol)

આશરે 7500 કિલોમીટરના વિશાળ દરિયાકિનારો ધરાવતા ભારતના આર્થિક વિકાસમાં પણ બંદરો નું સૌથી વધુ યોગદાન રહેલું છે. ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. ગુજરાત નો દરિયા કિનારો ખાંચા ખૂંચી વાળો અને બંદરના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે.

  •     ગુજરાતમાં કુલ 42 બંદર છે. જેમાં 1 મુખ્ય(મેજર) બંદર (કંડલા) અને 41 બીજા સહાયક બંદર (નોન મેજર) છે.
  •     ગુજરાતના 5 બંદરો કચ્છમાં 22 બંદરો સૌરાષ્ટ્રમાં અને 15 બંદરો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવેલા છે.
  •     ગુજરાતના 33 માંથી 15 જિલ્લાઓને દરિયાકિનારો પ્રાપ્ત થયો છે.

જાણવા જેવી માહિતી મેળવવા માટે વોટ્સેપ ગ્રુપ મા જોડાઓ **અહી  ક્લિક કરો**  

રોજ સરકારી યોજના,ભરતી નવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયલા રહેજો 

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.