Header Ads

" />

સંકટમોચન (રાષ્ટ્રિય કુટુંબ સહાય) યોજના

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 પર Join લખી મોકલો

આ યોજના હેઠળ કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું કુદરતી સંજોગોમાં કે અકસ્માતને કારણે મૃત્યુ થાય તો નીચે પ્રમાણેની કેન્દ્રીય સહાય મળવાપાત્ર થશે.

  • કુદરતી સંજોગોને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂા. ૨૦,૦૦૦/-
  • અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂા. ૨૦,૦૦૦/-

કુટુંબ ઉપર આવેલ આફતમાં તે કુટુંબને સહાયરૂપ થઈ શકાય તે માટે ઉચ્ચક રોકડ સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. અગાઉ આ યોજના હેઠળ રૂ. ૧૦,૦૦૦/-ની સહાય અપાતી હતી તે તા. ૧૫-૨- ૨૦૧૪ના ઠરાવથી રકમ વધારીને રૂ. ૨૦OOO/- કરવામાં આવી છે.

ઑફિશિયલ વેબસાઈટ : ક્લીક કરો 

યોજનાનું ફોર્મ : ક્લિક કરો 

અન્ય યોજનાઓ : ક્લિક કરો 

લાભ કોને મળી શકે ?

  • ગરીબી રેખા ૦ થી ર૦ નો સ્‍કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.
  • મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.
  • અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી.
  • અકસ્માત પામનાર વ્યક્તિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ ફરિયાદ, પંચનામાની કોપી અરજીપત્રક સાથે સામેલ કરવાની હોય છે.
  • મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિ તરીકે કોઈ પણ એક જ વ્યક્તિએ અરજદાર તરીકે અરજી કરવાની હોય છે અનેકુટુંબના તમામ સભ્યોએ સંમતિ આપવી પડે છે. આ સહાય કુટુંબના દરેક સભ્યોને અલગ અલગ મળવાપાત્ર નથી
  • આ યોજના હેતુ માટે કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્ની, સગીર બાળકો, અપરિણિત પુત્રીઓ અને આશ્રિત માતા પિતાનો સમાવેશ થાય છે

લાભ શુ મળે ?

  • મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.

અરજીપત્રક ક્યાંથી મળશે

  • અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.

અરજી ક્યાં કરવી ?

  • શહેરી વિસ્તાર માટે જે તે વિસ્તારની પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે.
  • ગ્રામ પંચાયત વિસ્તાર માટે - આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે.

  • આ યોજના હેઠળ શહેરી કે ગ્રામ્‍ય તમામ વિસ્‍તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહે છે.
  • લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. દ્રારા જમા કરાવવામાં આવે છે.

 

નોંધ : - આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.

સંકટ મોચન યોજના માટેના ડોક્યુમેન્ટ

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંધાયેલા (બી.પી.એલ.) લાભાર્થી લાભ મળે છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરુષનું અવસાન થાય તો આ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. સંકટ મોચન યોજના યોજનાનો લાભ લેવા માટે Required Document for Gujarat Sankat Mochan Yojana 2022 નીચે મુજબ આપેલા છે.

  1. મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો
  2. અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ
  3. રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરાવો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)
  4. લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક
  5. અરજદાર BPL લાભાર્થી હોવા અંગેનો દાખલો
  6. કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો જન્મનો દાખલો/ઉંમર અંગેનો દાખલો

ઑફિશિયલ વેબસાઈટ : ક્લીક કરો 

યોજનાનું ફોર્મ : ક્લિક કરો 

અન્ય યોજનાઓ : ક્લિક કરો 


રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 પર Join લખી મોકલો

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.