ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) - ક્વિઝના પ્રકાર/GUJARAT GYAN GURU QUIZ (G3Q) - Types of QUIZ
Gujarat Gyanguru Quiz Competition 2022 | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધા 2022 : ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર 25 લાખ વિદ્યાર્થીઓને આવરી લેતી મેગા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધા શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવે છે. ધોરણ 9 થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. 170 વોર્ડ વિજેતા અને 252 તાલુકા નગરપાલિકા વિજેતા દરેકને સાપ્તાહિક પુરસ્કારો અને કુલ 1.60 કરોડ મળશે. સપ્તાહ 15 માં, એવોર્ડ અને અભ્યાસ પ્રવાસો કુલ રૂ. 25 કરોડ આપવામાં આવશે.
રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, રાજ્યના ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશન ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા.૭મી જુલાઇના રોજ દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાયન્સ સીટી, અમદાવાદ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન| ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન |ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે? |ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyanguru Quiz Competition
રાજ્ય કક્ષાના વિજેતાઓને યાત્રાધામ, પ્રવાસન સ્થળો, ઔદ્યોગિક એકમો અને વિકાસ કાર્યોમાં લઈ જવામાં આવશે. રાજ્ય કક્ષાની ક્વિઝ ઓફલાઈન મોડ પર ભવ્ય રીતે યોજાશે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આ ક્વિઝ પ્રશ્નમાં હજારો પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્વિઝ સ્પર્ધાને ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોમ્પિટિશન નામ આપવામાં આવ્યું છે. આ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 7 જુલાઈ 2022 ના રોજ અમદાવાદના સાયન્સ સિટીમાંથી શરૂ કરવામાં આવશે. ક્વિઝ સ્પર્ધા દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર રવિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. દરેક સહભાગી માટે ક્વિઝનો સમય 20 મિનિટ પાર્ટિસિપન્ટને માર્ગદર્શન માટે ડિજિટલ બુક ઓનલાઈન મળશે.
સરકાર દર અઠવાડિયે તાલુકા, વોર્ડ, શાળા, કોલેજ સ્તરોમાંથી કુલ 10 વિજેતાઓની જાહેરાત કરશે. અમે તમને આ ક્વિઝ કોમ્પ્યુટેશન વિશે વધુ માહિતી આપીશું કારણ કે મુખ્યમંત્રી આજે સાયન્સ સિટી અમદાવાદમાં જાહેરાત કરશે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે?
મુખ્યમંત્રીએ કહ્યુ કે, આ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે. તે માટે પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ક્વિઝ અઠવાડીયામા દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ક્વીઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
મંત્રીએ કહ્યુ કે, જીલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન જીલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો ભાગ લેવા માટે લાયક ઠરશે. રાજ્ય કક્ષાની સ્પર્ધા ઓફલાઈન મોડમા ક્વિઝ માસ્ટર સાથે શાનદાર અને ધમાકેદાર રીતે આયોજીત થશે. આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે. વિધ્યાર્થીઓને સાયન્સ સિટીની ટૂર તથા વિજેતા વિદ્યાર્થીઓને નામાંકિત સ્થળોની સ્ટડી ટુર કરાવવામાં આવશે. તે ઉપરાંત તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન : ક્લિક કરો
નોટિફિકેશન : ઓપન કરે
માહિતી મળતી રહે તે માટે ગ્રુપમાં જોડાવ : ગ્રુપ જોઈન
FAQ’s of Gujarat Gyanguru Quiz Competition 2022
1. Gujarat Gyanguru Quiz Competition ક્યારે જાહેર થશે?
Ans. સ્પર્ધા 07-07-2022 ના રોજ જાહેર કરવામાં આવશે.
2. આ સ્પર્ધા માટે નોંધણી ક્યારે શરૂ થશે?
Ans. 07-07-2022 ના રોજ નોંધણી પ્રક્રિયા શરૂ થશે.
3. આ સ્પર્ધામાં કોણ ભાગ લઈ શકે છે?
Ans. ધોરણ 9 થી 12 અને કોલાજના વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં ભાગ લઈ શકે છે.
4. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે?
Ans. આ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.
જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર: ૯૯૭૮૯ ૦૧૫૯૭ પર અમારો સંપર્ક કરો
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે
कोई टिप्पणी नहीं