Header Ads

" />

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ ( IDDP )

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ ( IDDP ) 

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2022-23 માં સંકલિત ડેરી વિકાસ  યોજના હેઠળ પાત્રતા ધરાવતા આદિજાતિ મહિલાઓને દુધાળા પશુઓ લાભાર્થી દીઠ આપવામાં આવશે છે 

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ આદિવાસી કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવાનાં હેતૂથી અમલી કરવામાં આવ્યો છે . આ યોજનાની શરૂઆત ૨૦૦૭-૦૮થી કરવામાં આવેલ હતી . આ યોજના અંતર્ગત લાભાર્થી આદિવાસી કુટુંબને બે દૂધાળા પશુ અને અન્ય સાધન સહાય અંતર્ગત , વાસણોની કીટ , કેટલ ટ્રાન્સપોર્ટશન , પશુવીમો , પશુ સારવાર , પશુ 

ખાણદાણ , તથા લાભાર્થીઓને તાલીમ આપવામાં આવે છે . આ યોજના ગુજરાતના ૧૪ આદિવાસી જિલ્લાઓ સાબરકાંઠા , બનાસકાઠા , અરવલ્લી , પંચમહાલ , મહીસાગર , છોટાઉદેપુર , દાહોદ , સૂરત , તાપી , નવસારી , ભરૂચ , ડાંગ , વલસાડ , અને નર્મદાનાં આદિવાસી વિસ્તારોના તાલુકાઓમાં ચાલી રહેલ છે . ૧૪ આદિજાતિ જિલ્લાની નીચે મુજબની ૭ મુખ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવે છે . 

૧. બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 

૨. સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 

૩. પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 

૪. બરોડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 

૫. સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 

૬. ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 

૭. વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી . 

યોજનાના હેતુઓ - • . .. 

  • પશુપાલન વ્યવસાયમાં જોડાયેલ મહત્વની કડી મહિલાઓને લઇ તેનો વિકાસ 
  • વિસ્તારમાં રહેલા નબળા ઢોરની જગ્યાએ જાતવાન જાનવરનો વિકાસ . 
  • પ્રોજેકટમાં ભાગીદાર કુટુંબની વાર્ષિક આવક ઓછામાં ઓછી 30,000 થાય તે રીતે પશુપાલન વ્યવસાયનો વિકાસ . 
  • લાભાર્થીના ઘરે પશુનુ યુનિટ વિકસાવવું .
  • પશુપાલન વ્યવસાય માટે જરૂરી માળખુ ઉભુ કરવું 
  • પશુપાલન વ્યવસાયના જોખમો ઉપર નિયંત્રણ 

ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 
નોટિફિકેશન : ઓપન

આદિજાતિ વિસ્તારોમાં આવેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા સદર યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે , તથા યોજનાનું સમગ્ર મોનીટરીંગ સંબંધિત જીલ્લાના પ્રાયોજના વહીવટદારશ્રી દ્વારા તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવે છે . આ યોજના અંતર્ગત ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા બી.પી.એલ આદિજાતિ મહિલા લાભાર્થીને લાભ આપવામાં આવે છે .

અરજદાર માટેની સૂચના 

૧. દુધાળું પશુ મળ્યા બાદ લાભાર્થીએ રૂ . ૨૦૦૦ / - લાભાર્થી ફાળો આપવાનો રહેશે . 

૨. લાભાર્થીએ દુધાળા પશુ અંતર્ગત ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી રૂ .૨૦,૦૦૦ / લોન ભરવાની રહેશે . 

૩ , ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પછી અરજદાર અરજી કરી શકશે નહિ .

 ૪. દુધાળા પશુ ની સાથે સાધન સહાય ( ખાણદાણ અને વાસણકીટ ) મળવા પાત્ર થશે . યોજના હેઠળ માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે . કોઈ પણ કચેરીએથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી . 

૫. અરજી માટેના આધાર પુરાવા ( રાશનકાર્ડ , આધારકાર્ડ , બી.પી.એલનો દાખલો , દૂધ મંડળીનો સભાસદનો દાખલો , બાહેંધરી પત્ર , પ્રોમીસરી નોટ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો )


૧.સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત લાભાર્થી પસંદગીના માપદંડ

  •  આ યોજના અંતર્ગત ૦ થી ૨૦ નો બી.પી.એલનો સ્કોર ધરાવતા આદિજાતિ મહિલા લાભાર્થીને સદર યોજનાનો લાભ આપવામાં આવે છે .
ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 
નોટિફિકેશન : ઓપન 
માહિતી મળતી રહે તે માટે ગ્રુપમાં જોડાવ : ગ્રુપ જોઈન  
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધા 2022 : રજીસ્ટ્રેશન કરો 
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 20,000 સુધી યોજના : ક્લિક કરો 


 ૨. સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત લાભાર્થીએ અપલોડ કરવાના થતા જરૂરી દસ્તાવેજો . 

  • અરજદારનો ફોટો અપલોડ કરવો ,
  • અરજદારના આધારકાર્ડનો ફોટો અપલોડ કરવો , 
  • અરજદારના રેશનકાર્ડનો ફોટો અપલોડ કરવો ,
  • અરજદારે ૦ થી ૨૦ નો બી.પી.એલ નો સ્કોરનો દાખલો અપલોડ કરવો . 
  • અરજદારના જાતિના પ્રમાણપત્રનો ફોટો અપલોડ કરવો . 
  • અરજદાર પ્રોમીસરી નોટનો ફોટો અપલોડ કરવો .
  •  અરજદાર બાહેંધરી પત્રનો ફોટો અપલોડ કરવો . 
  • અરજદારનો ડેરી સભાસદ હોવા અંગેનો સભાસદના દાખલાનો ફોટો  

અરજી કરવા માટે તમે ગ્રામ પંચાયતમાં VCE, E  ગ્રામ કેન્દ્ર , CSC સેન્ટર પર ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકો છો .
 

રોજ સરકારી યોજના,ભરતી નવી માહિતીઓ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયલા રહેજો 

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 


અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 પર Join લખી મોકલો

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.