આયુષ્માન ભારત યોજના-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.
આયુષ્યમાન ભારત યોજનાનો લાભ
આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે.
કોણ લાભ લઇ શકશે ?
ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.
કોઈ જાતિગત-આવક-ઉંમર મર્યાદા છે?
આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.
કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?
આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.
ક્યાં રોગો-સર્જરીની સારવાર મળશે
આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તમામ વ્યવહારો પેપરલેસ-કેશલેસ
લાભાર્થીનાં ખાતામાં જ રકમ જમાઆયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. આ માટે નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક આઈ.ટી. પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીને મળતી રકમ ડાઇરેક્ટ ડેબિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવશે
જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- મોબાઇલ નંબર
- અરજદારે પોતે હાજર રહેવું
कोई टिप्पणी नहीं