Header Ads

" />

કોમનવેલ્થ ગેમ્સ 2022ના આજના બીજા દિવસે ભારતનું ખાતું ખૂલ્યું છે. ભારત તરફથી સંકેત મહાદેવ સરગરે દેશને પ્રથમ મેડલ મળ્યો છે.



21 વર્ષનો સંકેત કોલ્હાપુરના શિવાજી યુનિવર્સિટીમાં ઇતિહાસનો વિદ્યાર્થી છે 

સંકેત 55 કિગ્રા કેટેગરીમાં નેશનલ રેકોર્ડ ધરાવે છે

કોમનવેલ્થ ગેમ્સ 2022ના આજના બીજા દિવસે ભારતનું ખાતું ખૂલ્યું છે. ભારત તરફથી સંકેત મહાદેવ સરગરે દેશને પ્રથમ મેડલ મળ્યો છે.

21 વર્ષીય સંકેત મહાદેવ સરગરે 55 કિગ્રા વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. તેમણે પહેલા જ પ્રયાસમાં 107 કિલો વજન ઉપાડ્યું છે. તે જ સમયે બીજા પ્રયાસમાં, તેણે વધુ તાકાત બતાવી અને 111 કિલો વજન ઉપાડ્યું હતુ. આ સાથે તેનો ત્રીજો પ્રયાસ પણ ઘણો સફળ રહ્યો હતો અને તેમાં તેણે 112 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. તે સ્નેચમાં નંબર 1 બની ગયો છે. 

જોકે ગોલ્ડ મેડલ જીતવા માટે તેમણે ક્લીન એન્ડ જર્કમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી હતુ અને પ્રથમ પ્રયાસમાં 138 કિગ્રાનું વજન લિફ્ટ કરી દાવેદારી પ્રબળ કરી હતીપરંતુ બીજા પ્રયાસમાં તેઓ નિષ્ફળ રહ્યાં હતા અને ઈજા પર પહોંચી હતી અને ઈજાને કારણે ત્રીજો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.

સામે પક્ષે મલેશિયાના વેઈટ લિફ્ટર બિન કાસદાને 142 કિગ્રાનું વજન સફળતાપૂર્વક ઉપાડીને ગોલ્ડ પોતાના નામે કર્યો છે.

આ પણ વાંચો : અત્યાર સુધીમાં ગુજરાત અને ભારતમાં બદલાયેલા નામો 

આ પણ વાંચો : ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર 

આ પણ વાંચો : કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ થાય તો કુટુંબને સહાય 

આ પણ વાંચો : જનરલ નોલેજ ગુજરાતીમાં PDF ડાઉનલોડ 

સંકેતના સિલ્વર મેડલ સાથે આ ટૂર્નામેન્ટમાં ભારતના મેડલ ટેબલમાં ખાતું ખૂલ્યું છે.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનું ખાતું ખુલી ગયું છે. સંકેત મહાદેવ સરગરે વેઈટલિફ્ટિંગમાં 55 કિગ્રા કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જિતાડ્યો હતો. સંકેત સરગરે સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં કુલ 248 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો હતો. સંકેતે પ્રથમ રાઉન્ડમાં એટલે કે સ્નેચમાં 113 કિગ્રા. વજન ઉપાડ્યું હતું. જે બાદ તેણે બીજા રાઉન્ડમાં એટલે કે ક્લીન એન્ડ જર્કમાં 135 કિગ્રા વજન ઊંચકીને મેડલ જીત્યો.

મહારાષ્ટ્રના સાંગલીના વતની સંકેતને વેઈટલિફ્ટિંગ પ્રત્યે ઊંડો લગાવ છે. 21 વર્ષનો સંકેત કોલ્હાપુરના શિવાજી યુનિવર્સિટીમાં ઇતિહાસનો વિદ્યાર્થી છે. સંકેત ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2020 અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020માં પણ ચેમ્પિયન રહ્યો હતો. સંકેત 55 કિગ્રા કેટેગરીમાં નેશનલ રેકોર્ડ (કુલ 244 કિગ્રા) પણ ધરાવે છે. 


કોમનવેલ્થ ચેમ્પિયનશિપ દ્વારા ક્વોલિફાય

સંકેતે ગયા વર્ષે પટિયાલામાં યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આ સાથે જ સંકેત મહાદેવ સાગરે તાશ્કંદમાં આયોજિત 2021 કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 55 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. જેના દ્વારા સરગરે બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું હતું. પોડિયમમાં ટોચ પર રહેવાની સાથે સંકેત મહાદેવે 113 કિલો વજન ઉઠાવીને સ્નેચમાં નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો. સંકેત કોમનવેલ્થ 2022માં ભાગ લેનાર સૌથી યુવા ભારતીય વેઈટલિફ્ટર્સમાંનો એક છે.

ગઈ વખતે ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં સતીશ શિવલિંગમ અને આર વેંકટ રાહુલે ગોલ્ડ મેડલ જીત્યા હતા. સંકેતને પણ મેડલની આશા હતી, પરંતુ ઈજાના કારણે તે છેલ્લા રાઉન્ડમાં યોગ્ય રીતે વજન ઉપાડી શક્યો ન હતો. વેઈટલિફ્ટિંગનો 1950માં પ્રથમ વખત આ રમતોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતને હવે વેઈટલિફ્ટિંગમાં વધુ મેડલની અપેક્ષા છે


સૂચનાઓ મેળવવા માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ 

રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.