Header Ads

" />

vahali dikri yojana in gujarati pdf, વહાલી દીકરી યોજના

 








ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે.

વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women and child development department of Gujarat વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ ગુજરાતમાં બાળક અને મહિલા વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.


વહાલી દીકરી યોજના શું લાભ મળશે?

  •  દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪૦૦૦ /- ની સહાય.
  •  દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦ /- ની સહાય.
  •  દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ. ૧,૦૦,૦૦૦ /- ની આર્થિક સહાય.
  •  દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

વહાલી દીકરી યોજના લાભ લેવા માટે પાત્રતા

  •  તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

  •  દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  •  દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  •  દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  •  દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  •  દીકરી નો જન્મ દાખલો
  •  દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  •  દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  •  વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

વ્હાલી દીકરી યોજનાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો.

ગ્રામ સ્તરે : આંગણવાડી કેન્દ્ર / ગ્રામ પંચાયત

તાલુકા સ્તરે : જે તે તાલુકાની ‘સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી (ICDS) ની કચેરી

જિલ્લા સ્તરે : મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી


FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1. વ્હાલી દીકરી યોજના શું છે?

આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની દીકરીઓને 1,10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે. 

2. વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી મળશે?

આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO  કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે વહાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા છે.


રોજ જનરલ નોલેજના પ્રશ્નો માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ 


રોજ નવી નવી માહિતીઓ માટે અમારા ગ્રુપમાં જોડાવ 

અને તમે ગ્રુપમાં નહિ જોડાવા માગતો હોવ,પણ માહિતીઓ તમને મળતી રહે 

તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો 



આગળ વાંચો : GNM Admission Government of Gujarat

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ- ૬ ) : ઓપન 

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા : (ધોરણ -૯) : ઓપન 

આગળ વાંચો : Current affairs 2022, GK MCQ in gujarati

આગળ વાંચો : Current affairs 2022, GK MCQ in gujarati

આગળ વાંચો : IPC કલમ 

આગળ વાંચો : current affairs for class 3 in Gujarati Page-1

આગળ વાંચો : current affairs for class 3 in Gujarati Page-2

આગળ વાંચો : ગ્રેજ્યુએશન પર ભરતી 2022

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.