પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા -2022, PSE,SSE
પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા -2022
PSE-Primary Scholarship Exam (For Standard VI)
પ્રાઈમરી સ્કોલરશીપ પરીક્ષા (ધોરણ-૬) ,
SSE-Secondary Scholarship Exam (For Standard IX)
સેકેન્ડરી સ્કોલરશીપ પરીક્ષા (ધોરણ-૯) ,
પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાની તારીખ : 22 ઓગસ્ટ 2022
પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ : 06 સપ્ટેમ્બર 2022
પરીક્ષા તારીખ : હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.
ઉમેદવારની લાયકાત :
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ- ૬ ) :
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / નગરપાલિકાની શાળા ) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે .
- ધોરણ -૫ માં ઓછામાં ઓછા ૫૦ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ -
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા : (ધોરણ -૯) :
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૯ માં સરકારી માધ્યમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં , ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે . ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ .
નોંધ- જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે . જેની નોંધ લેવી .
આવક મર્યાદા :
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી
આગળ વાંચો : Current affairs 2022, GK MCQ in gujarati
આગળ વાંચો : IPC કલમ
આગળ વાંચો : current affairs for class 3 in Gujarati Page-1
આગળ વાંચો : current affairs for class 3 in Gujarati Page-2
આગળ વાંચો : ગ્રેજ્યુએશન પર ભરતી 2022
અભ્યાસક્રમ
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ -૧ થી ૫ સુધીનો રહેશે .
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ -૬ થી ૮ સુધીનો રહેશે .
માધ્યમ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી ભાષામાં રહેશે .
ઓનલાઇન અરજી કરવાની રીત :
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે . ઉમેદવાર તા .૨૨ / ૦૮ / ૨૦૨૨ ( બપોરના ૧૫,૦૦ ) થી તા .૦૬ / ૦૯ / ૨૦૨૨ ( રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી ) દરમ્યાન અરજીપત્રક ભરી શકાશે . અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે .
જરૂરી ડોક્યુમેન્ટ
- શાળાનો આઈ.ડી. કાર્ડ (ID card)
- બાળકનો પાસપોર્ટ ફોટો
- બાળકની સહી
- મોબાઇલ નંબર
ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ છે સેંટર આવીને ફોર્મ ભરી જવું
તમારા આજુબાજુ ધોરણ 6 અને ધોરણ 9 ના બાળકોને જરૂર કહેજો
રોજ જનરલ નોલેજના પ્રશ્નો માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો
कोई टिप्पणी नहीं