Header Ads

" />

LRD Gujrat announced the LRB Constable Result & Merit List


Post Name: Gujarat Police Constable

Exam Date: 10/03/2022

Advertisement No.: LRB/202122/1


 તા.૧૦/૦૪/ર૦રરના રોજ લેવાયેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ

(૧) તા.૧૦/૦૪/ર૦રર ના રોજ લેવાયેલ લોકરક્ષક ભરતી પરીક્ષાની આખરી જવાબ વહી (Final Answer Key) તા.૨૭/૦૪/૨૦૨૨ નારોજ જાહેર કરવામાં આવેલ.

(૨) તા.૧૦/૦૪/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા નીચેના માંથી કોઇ પણ એક લીંક પર ક્લીક કરો

(૩) લોકરક્ષક કેડર તા.૦૪.૦૧.૨૦૨૧ના પરીક્ષા નિયોમામાં મુદદા નંબરઃ ૨૦ માં જણાવ્યા મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે. જેથી જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકીંગ ફી ના રૂ.૩૦૦/- “LOKRAKSHAK BHARTI BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at GANDHINAGAR ખાતે નીચે આપેલ અરજીના નમૂનામાં અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ/નકલ તથા OMR નકલ બીડવાની રહેશે.


તા.૦૮/૦૫/ર૦રર થી તા. રર/૦૫/ર૦રર સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (તા રર/૦૫/ર૦રર બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)



૧) લેખિત પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.

(ર) તદઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.


ગુણ જોવા માટે 

અહીં કલીક કરો...LRD 

અહી કલીક કરો......LRD 

ગુણ ચકાસણી માટે અરજીનો નમૂનો


સરખા માર્ક્સના કિસ્સામાં નોકરીમાં પહેલી પ્રાથમિકતા કોને મળે?

  • તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાને લેવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • જો ગુણ અને જન્મ તારીખ બંન્ને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઇ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારની ઉંચાઇ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • જો ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સમાન હોય ત્યારે ઉમેદવારોના હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે. જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • જો ગુણ, જન્મ તારીખ, ઉંચાઇ અને હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણ સમાન હોય ત્યારે ઉમેદવારે એસ.એસ.સી. પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.



Whatsapp Group Join And Daily New Information this Group

 Join For Click
👇👇👇👇👇👇👇👇👇👇

Instagram Id Follow 

👇👇👇👇👇👇👇👇👇👇

    कोई टिप्पणी नहीं

    Blogger द्वारा संचालित.