rte.orpgujarat.com Gujarat RTE Admission 2022-23 Online Application Form Check Here
આર.ટી.ઇ. એક્ટ હેઠળ આ વર્ષે માર્ચ ના એન્ડીંગમાં જ ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થાય છે. ત્યારે તે અંગેનો કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયો છે.
રાઈટ ટુ એજ્યુકેશન(RTE) એક્ટ-૨૦૦૯ હેઠળ ગુજરાત ના બાળકો ને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થાય છે.
આ અંગેની તમામ અગત્ય ની વિગતો જેમ કે ,rte અરજી સાથે ક્યા ક્યા આધાર પુરાવા જોશે, તેમજ ક્યા અધિકારી ને રજુ કરવાના છે તે સહિતની તમામ વિગતો rte ની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
તમામ વાલીએ rte ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર./પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, તમારો રહેઠાણનો પુરાવો, તમારી જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (જો લાગુ પડતો હોય તો) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
તમારે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ એકદમ સ્પષ્ટ જોઈ શકાય તે રીતે સ્કેન કરી ને જ અપલોડ કરવા તથા ફોર્મ ભરતી વખતે જે તે ગ્રામ્યની શાળાઓ પસંદ કરવા અને તમારો યોગ્ય જીલ્લો પસંદ કરવાનો રહેશે. rte ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમામ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ કે અન્ય આધારો હાલની પરિસ્થિતિને ધ્યાને માં લઈ કોઈ પણ જગ્યાએ રૂબરૂ જમા કરાવવાનાં થતા નથી.
વધુમાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ મુશ્કેલી તમે અનુભવો અથવા અનાધિકૃત પ્રવૃત્તિ થતી હોવાનું માલુમ પડે તો તમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક અવશ્ય કરો. આ ઉપરાંત ચાલુ વર્ષે ૧લી જુને જે તે બાળકને પાંચ વર્ષ પૂર્ણ થયા હોઈ તે બાળક પ્રવેશ પાત્ર રહેશે. જ્યારે નવી શિક્ષા નીતિ અનુસાર આગામી વર્ષ ૨૩-૨૪માં ૧લી જુને પાંચ વર્ષના બદલે છ વર્ષ પૂર્ણ કરેલ બાળકને જ આરટીઇ(rte)માં પ્રવેશ મળશે.
RTE હેઠળ કઈ કઈ કેટેગરીના બાળકોને પ્રવેશ અંગે અગ્રતાક્રમ આપવામા આવે છે?
1.અનાથ બાળક.
2. સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક.
3. બાલગૃહના બાળકો
4. બાળમજુર/સ્થળાંતરીત મજૂરના બાળકો.
5. મંદ બુદ્ધિ ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો,શારીરરક રીતે વિકલાંગ.
6 એચ.આઈ.વી થી અસરગ્રસ્ત બાળકો.
7. ફરજ દરમ્યાન શહીદ થયેલ લશ્કરી/પોલિસદળના જવાનના બાળકો. 8. BPLમા૦થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ)
8. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો.
9. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો.
10. જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો.
RTE Gujarat Admission ની મહત્વ ની તારીખો |
Important Dates RTE Gujarat Admission |
RTE ફોર્મ 2022
RTE Admission Advertisement Release Date : 21 March 2022
Last Date for Document Prepared & Collection By Parents : 21-29 March 2022
ફોર્મ ની શરૂઆત (RTE Admission Form Registration Start Date) : 30 March 2022
અંતિમ તારીખ (RTE Admission Form Submit Last Date) : 11 April 2022
RTE Admission 1st Seat Allotment Release Date (અંદાજે) : 26 April 2022
મહત્વપૂર્ણ તારીખો તારીખ
સૂચના : 21 માર્ચ 2022
ઓનલાઇન અરજી : 30 માર્ચ 2022
દસ્તાવેજો અપલોડ કરો : 17 થી 19 એપ્રિલ 2022
પ્રવેશકાર્ડ : 17 થી 21 એપ્રિલ 2022
પ્રવેશ પ્રક્રિયા : 26 એપ્રિલ 2022
RTE Gujarat Admission માટે પાત્રતા
ઉમર:
- બાળક ની ઉમર 5 વર્ષ પૂર્ણ હોવી જ જોઈ અને 7 વર્ષ થી વધારે ના હોવી જોઈ.
આવક મર્યાદા કેટલી છે? | આવક (Income Criteria):
ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમા રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે. વધુમા સામાજિક ન્યાય અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મયાાદા નક્કી કરવામાં આવશે તે માન્ય રહેશે.
- SC / ST ના બાળકો માટે વાર્ષિક આવક up to 2 Lakh. (2 લાખ)
- OBC ના બાળકો માટે વાર્ષિક આવક up to 1 Lakh. (1 લાખ)
- General ના બાળકો માટે વાર્ષિક આવક up to Rs. 68000.
RTE Admission માટે જરૂરી આધાર/પુરાવા (Required Documents)
ગુજરાતીમાં વધુ માહિતી માટે ક્લિક કરો
આર.ટી.ઈ. ઓફિશિયલ વેબસાઈટ ક્લિક કરો
RTE Admission માટે જરૂરી આધાર./પુરાવા:
૧) રહેઠાણનો પુરાવો–રેશનકાર્ડ –આધારકાર્ડ –ચુંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ, વિજળીબીલ વગેરે.
૨) વાલીનુ જાતીનુ પ્રમાણપત્ર- મામલતદારશ્રી/TDO/ સમાજ કલ્યાણ અધિકારી/ સક્ષમ અધિકારી.
૩) જન્મનુ પ્રમાણપત્ર – ગ્રામ પંચાયત નગર પાલિકા/મહાનગર પાલિકા વગેરે.
૪) પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ.
૫) વાલીની અવાકનુ પ્રમાણપત્ર.
૬) બીપીએલ નો દાખલો ૦થી૨૦ સ્કોરનો (BPL રેશનકાર્ડ આધાર તરીકે માન્ય ગણાશે નહી).
૭) વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓનુ પ્રમાણપત્ર.
૮) અનાથ બાળકનુ પ્રમાણપત્ર ચાઈલ્ડ વેલફેર કમિટીનુ.
૯) બાલગૃહના બાળકોનુ પ્રમાણપત્ર ચાઈલ્ડ વેલફેર કમિટીનુ.
૧૦) બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોનુ પ્રમાણપત્ર ચાઈલ્ડ વેલફેર કમિટીનુ.
૧૧) દિવ્યાંગ સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર (લઘુતમ 40%).
૧૨) એચ.આઈ.વી ગ્રસ્ત બાળક સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર(જો લાગુ પડતું હોઈ તો).
૧૩) શહીદ થયેલ જવાનના બાળકો – સબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો.
૧૪) બાળકનુ આધારકાર્ડ.
૧૫) વાલીનુ આધારકાર્ડ.
૧૬) બેંકની વિગત –વાલી/બાળકની પાસબૂકની નકલ.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
નવનીત જનરલ નોલેજ બુક Download PDF
600 વન લાઈનર પ્રશ્નો Download PDF
SSC CGL & CHSL (10+2) 2021 Exam Time Table
ગ્રામ પંચાયતમાં થયેલ કામની વિગતો ઓનલાઈન કેવી રીતે જોવી?
ગુજરાતના વિવિધ જિલ્લામાં આંગણવાડી ભરતી 2022
યો જનાનું નામ : માનવ કલ્યાણ યોજના
245 ગુજરાતી પ્રશ્નોની PDF ડાઉનલોડ
Success Academy Patan દ્વારા જનરલ નોલેજ (GK) 4000 વન લાઇનર પ્રશ્નો PDF બુક ડાઉનલોડ
Whatsapp Group Join And Daily New Information this Group
कोई टिप्पणी नहीं