સમરસ છાત્રાલયોમાં પ્રવેશ ઓનલાઇન અરજીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે
કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જન જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ , ભુજ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , આણંદ , હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ તા : ૩૦/૦૬/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે .
સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ -૧૨ ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી ( જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી ) ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે . ( નોંધ : વિદ્યાર્થીએ ૫૦ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ . )
સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ રીન્યુ વિદ્યાર્થીઓએ પણ ફરજીયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે .
ગ્રુપ -૨ અને ગ્રુપ -૩ ના રીન્યુ વિદ્યાર્થીઓ કે જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરિક્ષામાં યુનીવર્સીટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં ૫૫ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ . જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૫ % કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ . ગ્રુપ -૧ ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦ % રહેશે .
વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ . ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે . ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે .
જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો / વિગતોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે .
સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે .
સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે . જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે . વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે .
ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- છેલ્લી માર્કશીટ
- જાતિ દાખલો
- આવકનો દાખલો
- પાસપોર્ટ ફોટો
- શાળા છોડવાનો દાખલો
- મોબાઇલ સાથે લઇ આવવું
ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ - ગ્રામ, CSC સેન્ટર મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે .
कोई टिप्पणी नहीं