Dhareshwar Mahadev: ગુજરાતમાં અહીં આવેલું છે ધારેશ્વર મહાદેવનું મંદિર, સ્કંધપુરાણની કથામાં છે ઉલ્લેખ
Dhareshwar Mahadev: ગુજરાતમાં અહીં આવેલું છે ધારેશ્વર મહાદેવનું મંદિર, સ્કંધપુરાણની કથામાં છે ઉલ્લેખ
તાપીનાં ઉચ્છલ તાલુકાનાં વડગામ ખાતેનું ધારેશ્વર મહાદેવનું પ્રસિધ્ધ મંદિર પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થીઓ માટે અનોખુ આસ્થાનું કેન્દ્ર બને છે. ધારેશ્વર મહાદેવનાં દર્શન માત્રથી ધારેલુ કામ સફળ થતું હોવાની સ્થાનિકો અને દર્શનાર્થીઓમાં શ્રધ્ધા અને માન્યતા છે. દક્ષિણ ગુજરાત સહિત આસપાસના ગામોમાં વસતા આદિવાસીઓ તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના પાડોશી રાજ્યોમાંથી લોકો પવિત્ર શ્રાવણ મહિનામા ધારેશ્વર મહાદેવનાં દર્શન કરવા ઉમટી પડે છે.
ઉચ્છલ-નિઝર હાઈવે પર ધારેશ્વરનાં જંગલોમાં એક સમયે તાપી નદી તટનાં જૂના વડગામમાં આવ્યું હતું. આ ધારેશ્વર મહાદેવનું હજારો વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર જોકે 1972 ની સાલમાં ઉકાઈ જળાશયનું નિર્માણ થતાં આ પ્રાચીન મંદિરે જળસમાધિ લેતાં વડગામમાં આ ધારેશ્વર મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરાયું હતું. ત્યારથી ધીમે-ધીમે દર વર્ષે અહીં દર્શનાર્થીઓમાં સતત વધારો થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ માસમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી ધારેશ્વર મહાદેવનાં દર્શને આવતાં હોય છે પરંતુ હાલ કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
જંગલ વિસ્તારમાં શિવનો વાસ
આ મંદિર સોંદર્યનું પણ પરમ ધામ છે. મેઈન રોડથી દોઢ કિલોમીટર અંદર જંગલ વિસ્તારમાં હોવાથી ચોતરફ હરિયાળી જ દેખાય છે. શ્રાવણ મહિનામાં વરસાદી વાતાવરણમાં લીલા છોડો ખીલવાના કારણે આખું જંગલ જેમ ધરતી માઁ એ લીલી રંગની ચાદર ઓઢી હોય તેવું વાતવરણ સર્જાય છે. નીચે ધારેશ્વર મંદિર સાથે મંદિરની પાછળના ભાગમાં આવેલા ડુંગર પર બે મંદિર છે. ચોમાસામાં અહીંનો માહોલ આહલાદક હોય છે.
આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે તેમજ ઘટાદાર વૃક્ષની નીચે ધારેશ્વર મહાદેવનું મંદિર શ્રધ્ધાળુઓને ખૂબ જ મનમોહિત કરી દે છે. પવિત્ર શ્રાવણ માસમાં ખાસ કરીને ત્રીજા અને ચોથા સોમવારે દર્શનાર્થીઓનો અહીં મોટી સંખ્યામાં ધસારો જોવા મળતો હોય છે. અહીંથી પસાર થતાં લોકો પણ પવિત્ર શ્રાવણ માસમાં ધારેશ્વર મહાદેવનાં દર્શનનો લ્હાવો લેવા ચૂકતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ધારેશ્વર મહાદેવ મંદિર તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા મથકથી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલું છે. ઉચ્છલ- નિઝર સ્ટેટ હાઈવે પર ગવાણ ગામની નજીક આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું ભક્તિધામ છે. જૂની શૈલીનું આ મંદિર ભવ્ય ઇતિહાસ ધરાવે છે. આ વર્ષે મંદિરનાં ટ્રસ્ટ દ્વારા જૂની શૈલીના મંદિરનું પ્રથમ વખત રિનોવેશન કરવામાં આવ્યું છે જે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે.
શિવના આશીર્વાદથી યુધિષ્ઠીરે સ્થાપ્યું મંદિર
ધારેશ્વર તીર્થ હજારો વર્ષો થી અહીં સ્થાપિત છે. ધારેશ્વર તીર્થનો મહાત્મય તાપી પુરાણમાં જેવા મળે છે. તાપી પુરાણના 28માં અધ્યાયમાં ધારેશ્વર મહાદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાપી પુરાણના ઉલ્લેખ મુજબ પાંચ હજાર વર્ષ પહેલાં યુધિષ્ઠિરએ અસિધારા તપ કર્યું હતું. જેમાં શિવજી યુધિષ્ઠિરનાં તપથી પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા હતા. જેમાં ભગવાન શિવજીએ યુધિષ્ઠિરને કહ્યું કે, "તમને તમારું રાજ્ય પાછું મળશે" અને વરદાન આપ્યું. યુધિષ્ઠિરે શિવજીને પ્રાર્થના કરી કે "હૈ પ્રભુ તમે મને તો વરદાન આપો છો પરંતુ તમારે પણ અહીં સ્થાપિત થવું પડશે" ત્યારે શિવજી "તથાસ્તુ" કહી અદ્રશ્ય થઇ ગયા.
સ્કંધપુરાણની કથા અનુસાર યુધિષ્ઠિરે મૂળ શિવલિંગની જગ્યાએ અસધારણ તપ કર્યું હતું. જેનાથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને જલધારા આપી જેનાથી યુધિષ્ઠિરનું શરીર વજ્ર સમાન બની ગયું. બાદમાં યુધિષ્ઠિરે મહાદેવને અહીંથી ન જવા માટે વિનંતી કરી હતી. વૈશાખ સુદ 8ના રોજ ધારેશ્વર મહાદેવના દર્શન કરવાથી વ્યાધિ અને અલ્પમૃત્યુ ટળે છે એવું માનવામાં આવે છે. તેમજ ઉચ્છલનું આ ધારેશ્વર મહાદેવ મંદિર ખાસ કરીને સ્થાનિક આદિવાસીઓ માટે પણ વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બની રહ્યુ છે. શ્રાવણ માસમાં મંદિરમાં દિવસ રાત ભજન મંડળી પણ જામતી હોય છે.
તાપીની ધાર પ્રભુ પર
આખા વિશ્વમાં ભગવાન શિવ ના 12 જયોર્તિલિંગ છે અને દરેક જયોર્તિલિંગમાં ભગવાન શિવની જ્યોતી સમાયેલી છે . તેવી જ રીતે આ ધારેશ્વર જયોર્તિલિંગને શિવજીએ વરદાન આપ્યું છે કે, "હું ધારેશ્વર જ સ્થિત છું". એવું કહેવાય છે કે, ધારેશ્વર તીર્થની અંદર યુધિષ્ઠિરે અસિધારા તપ કર્યું ત્યારે ભગવાન શિવના જયોર્તિલિંગ ઉપર તાપી માતાની પાણીની ધારા પડતી હતી અને એ ધારા રસાયણમાં પરિવર્તીત થઈ જતી હતી. ત્યાર પછી યુધિષ્ઠિરએ ભગવાન શિવની અહીં સ્થાપનાં કરી અને પાછા પોતાના વતન તરફ જતા રહે છે. ત્યાં તેમણે યુદ્ધ દ્વારા મહાભારતના યુદ્ધનો વિજય મેળવી અને પોતે રાજ્યના અધિકારી બન્યા હતા.
શિવને બહાર કાઠવામાં આવ્યા
તાપી નદીના કિનારે એક મોટા પર્વનની નીચે આ મંદિર આવ્યું છે . ગવાણ ગામથી થોડી દૂર પૂજ્ય વનવાસી બાબા( ખંડવાવાળા ધૂણીવાળા બાબાનાં શિષ્ય,મહારાષ્ટ્ર) ધ્યાન મુદ્રામાં હતા ત્યારે ધ્યાન શક્તિ દ્વારા તેમને જ્ઞાન થયું ત્યારે મહાદેવએ વનવાસી બાબા જ્યારે ધ્યાનમાં હતા ત્યારે સંકેત આપ્યો કે "હું નદી પટમાં છે" ત્યારે વનવાસી બાબાએ પોતાની ધ્યાન શક્તિનો ઉપયોગ કરી શિવજી જે જગ્યા કીધી હતી ત્યાં વનવાસી બાબા દ્વારા ખોદકામ શરૂ કરાવ્યું જેમાં આસપાસનાં ગામનાં લોકોએ સહભાગી બની વનવાસી બાબાનો સહયોગ કર્યો હતો. ખોદકામ પૂર્ણ થતાં સાક્ષાત ત્યાં ધારેશ્વર મહાદેવનું મંદિર ઉપસ્થિત છે તે બાદ વનવાસી બાબા અને બાળબ્રહ્મચારી જનકીમયા મળીને તે શિવલિંગને તેમની ઝુંપડી પર લાવી પુનઃસ્થાપિત ક્યુ હતું જ્યાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. જે આજનું શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે.
1970માં ધારેશ્વર મહાદેવ જયોર્તિલિંગની પુનઃ સ્થાપના
1970માં તાપી નદી પર ઉકાઈડેમ બન્યો જેના કારણે તાપી નદીનું પાણી મંદિર તરફ વળ્યું હતું. જેથી વનવાસી બાબાએ મંદિરમાંથી શિવનું જ્યોર્તિલિંગ લાવી નાની ઝુંપડીમાં લાવી પ્રતિષ્ઠિત કર્યું હતું. ત્યારથી ધારેશ્વર મહાદેવના દર્શન કરવા લોકો ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી દર્શનાર્થીઓ આવે છે.
લોક માન્યતા
ધારેશ્વર મહાદેવની વિશિષ્ટતા વૈશાખ મહિનાની સુકલ પક્ષની અષ્ટમીનાં દિવસનું પૂજાનું મહત્વ વધારે જોવા મળે છે. ભગવાન ધારેશ્વરનાં જ્યોર્તિલિંગના દર્શન તથા જળ,દૂધનો અભિષેક કરવાથી ભક્તો ને પોતાના જીવનની અંદર વ્યાધિ મુક્ત થઈ દીર્ઘાયુસ્યને પ્રાપ્ત કરે છે. 5 હજાર વર્ષ પહેલાં યુધિષ્ઠિરે વૈશાખ શુકલ પક્ષની અષ્ટમીનાં દિવસે ધારેશ્વર મહાદેવની અસિધાર તપથી પ્રસંન થઇ યુધિષ્ઠિરને દર્શન આપ્યા હતા,
પ્રસાદીમાં ચા
કહેવાય છે કે, ધારેશ્વર મંદિરમાં આવેલ અખંડ ધૂણી વનવાસી બાબા વર્ષ 1972માં મહારાષ્ટ્રના તેમના ગુરુ ખંડવાવાળા ધૂણીવાળા બાબાના ત્યાંથી અખંડ ધૂણી લાવ્યા હતા. વનવાસી બાબાએ 350 કિલોમીટર થી વધુ પદયાત્રા કરી લાવ્યા હતા. જે વર્ષ 1972થી નિરંતર ધૂણી પ્રગટી રહી છે. ધારેશ્વર મહાદેવને શ્રાવણ માસમાં વિવિધ વિવિધ પ્રકારનાં લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર, પાઠાત્મક, હોબાત્મક કર્મકાંડો અહીં પ્રચલિત છે. ધારેશ્વર તીર્થનું પુરાણોની અંદર પ્રમાણ મળે છે. તેવું તીર્થ ધારેશ્વર મહાદેવ છે ધારેશ્વર મહાદેવ ના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે. ધારેશ્વર મહાદેવ એક જ એવું મંદિર છે જ્યાં પ્રસાદના રૂપે "ચા" આપવામાં આવે છે. અહીંયા નિત્ય અન્નક્ષેત્ર ચાલે છે. દૂર દૂરથી આવતાં દર્શનાર્થીઓ માટે ખાવા-પીવા તથા રેહવાની વ્યવસ્થા તીર્થ ધામમાં જોવા મળે છે
कोई टिप्पणी नहीं