Gujarat Board: આ તારીખે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને કરાશે માર્કશીટનું વિતરણ 2024
Gujarat Board: આ તારીખે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને કરાશે માર્કશીટનું વિતરણ
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત
- 22મી મેના રોજ શાળાઓને માર્કશીટ પહોંચાડી દેવામાં આવશે
- આગામી 23મી મેના રોજ વિધાર્થીઓને આપવામાં આવશે માર્કશીટ
- ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને 23 મેથી સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે
ગુજરાત બોર્ડ હવે એક પછી એક તમામ ધોરણો માટે વિધાર્થીઓને માર્કશીટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને માર્કશીટ આપવાની તારીખો જાહેર કરવામાં આવી છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરીને કહેવામાં આવ્યું છે કે આગામી 22મી મેના રોજ શાળાઓને વિધાર્થીઓની માર્કશીટ પહોંચાડી દેવામાં આવશે. અને તમામ શાળાઓ દ્વારા આગામી 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
ઓનલાઇન માર્કશીટ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો
ગુજરાત બોર્ડ ધો.12 સામાન્ય પ્રવાહનું 97.27 ટકા પરિણામ આવ્યુ
ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિધાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે. જેમાં ગુજરાતમાં ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ
ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું, જેમાં આજે વિધાર્થીઓનું 82.53 ટકા, વિધાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારું પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિધાર્થીઓને A1 ગ્રેડ તથા 8983 વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછુ પરિણામ આવ્યું છે.
ગુજરાત બોર્ડ ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર,264 શાળાનું 30 ટકા, 70 શાળાનું શૂન્ય પરિણામ,23247 વિધાર્થીઓએ A1, 78893 વિધાર્થીને A2 ગ્રેડ,21,869 વિધાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર
તે માટે 8980301150 નંબર સેવ કરી પર Join લખી મોકલો
Join Whatspp Group
દરરોજ સવારે અને સાંજે PDF સ્વરૂપે ન્યુઝ પેપર,
શિક્ષક મિત્રો માટે પરીપત્ર
જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત
અગત્યના શૈક્ષણિક ન્યુઝ્
આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF
આવનારી યોજનાઓની માહિતી
તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF
સરકારી ભરતીઓ વિશે માહિતી
ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
ગ્રુપ નં. 205
તમારા મિત્રોને અથવા તમારા ગ્રુપમાં મોકલો. જેથી તમારા સુધી સમયસર માહિતીઓ મળતી રહે....
ઑફિશિયલ વેબસાઈટ : ઓપન
સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો
कोई टिप्पणी नहीं