Header Ads

" />

અંબાલાલ પટેલની આગાહી શું કહે છે ચોમાસાનું આગામન

 ગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલ પટેલની ડરામણી આગાહી

ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. બીજી બાજુ હીટવેવ વચ્ચે હરખના સમાચાર, દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે. 

ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. પશ્વિમ બંગાળમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે.   

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે. 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ઓમાન તરફ નહિ ફંટાય તો નુકસાની વેરશે

અંબાલાલ પટેલે કહ્યું કે, 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે 100-120 km ની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

ચોમાસું ક્યારે આવશે

અંબાલાલ પટેલે કહ્યું કે, 7 જૂન થી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસુ શરુ થવાની શક્યતા છે. 14-18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી છે. આમ, 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસુ શરુ થશે. 


અંબાલાલ પટેલની આગાહી શું કહે છે

આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે, તારીખ 17 મેથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. આ દિવસોમાં અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. 20 થી 22 મે સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. 

ચોમાસાનું આગામન

ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં આજે ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજ્યના ત્રણ જિલ્લાઓમાં યેલો અલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, કચ્છ, બનાસકાંઠામાં આજે ઓરેન્જ એલર્ટ છે. તો સુરેન્દ્રનગર આણંદ અમરેલીમાં આજે  યેલો અલર્ટ છે. આમ, રાજ્યના 13 જિલ્લાઓમાં આજે ઉષ્ણ લહેરની ચેતવણી અપાઈ છે.

આગામી પાંચ દિવસ મોટ ભાગના શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું. આમ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાકમાં યલો અલર્ટ છે. એટલું જ નહીં, દેશમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. દિલ્લીના નજફગઢમાં તાપમાનનો પારો 48 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું અલર્ટ જાહેર કરાયું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન માટે રેડ વોર્નિંગ જાહેર કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત માટે ઓરેન્જ અલર્ટ છે. આ સીઝનમાં ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ ગરમી પવનો ફુંકાતા વધુ અકળામણનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે પણ 33 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે.

વધુ વાંચો : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023, રૂ.15 હજાર ની સહાય અને 1 લાખ ની લોન, ફાયદા, ડોક્યુમેન્ટ

મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો

આઈએમડીએ પણ કહ્યું કે, 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. આનાથી કેરળમા ચોમાસું આગળ વધશે. પરંતું આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી. કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી. કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.

ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ

જ્યારે સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ જીપી શર્માએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ચક્રવાત બનવાની સંભાવના વધારે છે. પરંતુ તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી. બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેવી નોંધપાત્ર સંભાવનાઓ છે. જ્યારે તે રચાય છે, ત્યારે તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી, તેના બદલે તે તેની પ્રગતિમાં મદદ કરશે.

कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.