ગુજરાતના આ વિસ્તારોમાં પાંચ દિવસ માટે યલો એલર્ટ! દીવમાં તો સિવિયર હીટવેવની આગાહી
રાજ્યમાં મે મહિનાના પ્રારંભમાં જ આગ ઓકતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમદાવાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ વધવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં દીવમાં સિવિયર હીટવેવ નોંધાયુ છે. ત્યારે આજે આપણે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જોઇએ.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં ત્રણ દિવસ સુધી તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે આ સપ્તાહના અંત સુધીમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ વરસાદની કોઇ સંભાવના નથી. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં મોટો તફાવત જોવા નહીં મળે. જે બાદ કેટલાક વિસ્તારોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી ચારથી પાંચ દિવસમાં દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોનું તાપમાન વધી શકે છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ તો, દીવમાં સિવિયર હીટવેવ નોંધાયુ છે. અમદાવાદમાં તાપમાન 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ ગરમી રહેવાની આગાહી છે. જ્યારે ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની આશંકા છે.
LPG Gas E-KYC Online गैस सब्सिडी प्राप्त करना चाहते हैं, तो ..
અભિમન્યુ ચૌહાણે એમ પણ જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવ વોર્નિંગ આપવામા આવી છે. જેમા દીવમાં પાંચ દિવસ માટે સિવીયર હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. દીવના તાપમાનમાં 6.5 ડિગ્રી વધવાની શક્યતા છે. આ સાથે પોરબંદરમાં પણ પાંચ દિવસ માટે હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગરમાં બે દિવસ માટે હીટવેવ આપવામાં આવી છે. ત્રીજા દિવસે હીટવેવની આશંકા નથી જ્યારે ચોથા અને પાંચમા દિવસે ફરીથી હીટવેવની શક્યતા દર્શાવવામાં આવી છે. કચ્છમાં પણ બે દિવસ માટે હીટવેવની આગાહી આપવામાં આવી છે.
General Knowledge Questions and Answers PDF 2024 All
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં ત્રણ દિવસ સુધી તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે આ સપ્તાહના અંત સુધીમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ગાંધીનગરમાં પણ તાપમાન 41 ડિગ્રી સુધી જવાની આગાહી છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ અને હ્યુમિડ ડિસકમ્ફર્ટની સ્થિત જાહેર કરવામાં આવી છે. આ સાથે જણાવ્યુ છે કે, ગુજરાતમાં 3મે બાદ ગરમીમાં બે ડિગ્રી જેટલો વધારો થશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં ત્રણ દિવસ સુધી તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે આ સપ્તાહના અંત સુધીમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
कोई टिप्पणी नहीं