Header Ads

" />

NMMS Examination 2022/23 - MY4VILLAGE


 

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય નાં તમામ લોકો માટે ઘણી યોજનાઓ અમલ માં ચાલે છે.જેમાં રાજ્ય મા શિક્ષણ નું પ્રમાણ વધે અને વધુ ને વધુ લોકો શિક્ષિત થાય તે માટેની ઘણી સહાય આપવામાં આવે છે.જેમાંની Gujarat NMMS 2021 – 2022 for Class 8 માટે ની યોજના છે.જેમાં ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થઓને સ્કોલરશીપ આપવામાં આવશે.

State Examination Board Gandhinagar દ્વારા રાજ્ય મા હાલ માં આ સ્કોલરશીપ ની જાહેરાત કરવામાં આવેલ છે.આ પરીક્ષા નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા નિર્ધારિત લેવામાં આવશે.જેમાં જે વિદ્યાર્થી પાસ થશે તેમને આ સ્કોલરશીપ મળવાપાત્ર થશે. તો ચાલો જાણીએ આ સ્કોલરશીપ વિશે તમામ માહિતી વિગતવાર.

ગુજરાત રાજ્ય માં ખુબજ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા નબળા વર્ગ નાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ યોજના છે.માટે આવા વિધાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપ આઉટ ની રેશિયો ઘટે તે હેતુ થી ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના MHRD,New Delhi તરફ થી અમલ મા મુકવામાં આવેલ છે.

સેન્ટર ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 

ગ્રુપમાં જોડાવવા માટે : ક્લીક કરો 

આ યોજના માં જે વિધાર્થીઓ ધોરણ 8 ભણે છે તેઓ અરજી કરી શકશે.તેઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમને આ સ્કોલરશીપ મળવાપાત્ર છે.જેમાં તેઓ ને ટોટલ 48,000 હાજર રૂપિયા ની સ્કોલરશીપ મળે છે.આ સ્કોલરશીપ વિધાર્થીઓ ને ડાયરેક્ટ નવી દિલ્હી નાં માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય(M.H.R.D.) દ્વારા મળે છે જે પૈસા સીધા જ લાભાર્થી વિદ્યાર્થી નાં બેંક મા ખાતા મા જમાં થઈ જાય છે.

જે વિધાર્થીઓ આ સ્કોલરશીપ ની પરીક્ષા આપી શકે તે માટે તેઓ એ નીચે મુજબ ની લાયકાત ધરાવતા વિધાર્થીઓ પાત્ર ગણાશે એટલે કે લાયકાત ધરાવતા વિધાર્થીઓ જ પરીક્ષા આપી શકશે.

  • વિધાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • જે વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય, જેવી કે સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયતની શાળાઓ, નગરપાલિકા ની શાળાઓ, મહાનગરપાલિકા ની શાળાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે.
  • હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી છે તે અંતર્ગત સરકારશ્રીના માનવ સંસાધન અને વિકાસ વિભાગ દ્વારા તેમના તારીખ 22/12/2021 નાં ઠરાવ મુજબ કોરોના મહામારી ના કારણે જે વિદ્યાર્થીઓ ને ધોરણ 8 મા પ્રમોશનથી પાસ કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં તે વિદ્યાર્થીના લઘુતમ માર્કસ ને ધ્યાને લીધા વગર તેઓ Gujarat NMMS Exam Scholarship ની પરીક્ષા આપી શકશે.

રાજ્યની ખાનગી શાળાઓ-ગ્રાન્ટેડ શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય શાળા તથા જે શાળાઓમાં રહેવાની,જમવાની,અભ્યાસની ફ્રીમાં સગવડતા આપવામાં આવતી હોય તેવી રાજ્યની આદર્શ નિવાસીશાળાના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માં ભાગ લઇ શકશે નહી.

Gujarat NMMS Scholarship 2022 નિયમો

  • આ સ્કોલરશીપ ની પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી વાર નિયત ક્વોટા માં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને દર મહિને 1,000/- રૂપિયા લેખે 12 મહિનાના 12,000/- રૂપિયા મળવા પાત્ર રહેશે. જેમાં પાત્ર વિદ્યાર્થીઓને આ રકમ ચાર વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.
  • રાજ્ય મા હાલ આ યોજના ની પરીક્ષા આગામી દિવસો મા લેવાની છે.જેના માટે હાલ Online અરજી ભરવાનું ચાલુ થઈ ગયેલ છે.જેમાં તમામ આધાર પૂરવા જરૂરી કાગળો વિદ્યાર્થી એ રજૂ લેવાના રહેશે.વધુ આ આ NMMS ની સ્કોલરશીપ ની ની અરજી કરવા માટે વિદ્યાર્થીનાં વાલીની વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- કરતા વધુ નાં હોવી જોઈએ.જેમાં વિદ્યાર્થી એ અરજી ની પ્રિન્ટ સાથે તેમના વાલી નો વાર્ષિક આવક નો દાખલા ની પ્રમાણિત નકલ જોડવાની રહેશે.

NMMS Examination Fees- પરીક્ષા ની ફી

આ સ્કોલરશીપ ની પરીક્ષા આપવામાં વિદ્યાર્થીઓએ Online અરજી કરવાની રહેશે.જેમાં તેઓ ને પરીક્ષા ફી ભરવાની રહેશે.જે નીચે મુજબ ની છે.

  • Genaral Catagory અને OBC Category ના વિદ્યાર્થીઓ ને પરીક્ષા ઓનલાઇન ફી 70/- રૂપિયા રહેશે.
  • SC-ST અને વિકલાંગ વિધાર્થીઓ ને પરીક્ષા ઓનલાઇન ફી 50/- રૂપિયા રહેશે.
  • સર્વિસ ચાર્જ અલગ થી ભરવાનો રહેશે.

Gujarat NMMS Scholarship 2022 Qualifying Marks

  • General કેટેગરી અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓને બંન્ને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે તથા SC-ST કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે.
  • ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર-કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામા આવશે.


NMMS પરીક્ષા નું માળખું

  • આ પરીક્ષા નું માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષા માં રહેશે.વિદ્યાર્થી જે ભાષા પસંદ કરશે તે ભાષા માં તેઓ ની પરીક્ષા આપવાની રહેશે.
  • આ પરીક્ષા (MCQ) એટલે કે બહુવિકલ્પ ની પરીક્ષા રહેશે.
  • આ પરીક્ષા મા કોઈપણ પ્રકાર ના નકારાત્મક ગુણ રહેશે નહિ એટલે કે પરીક્ષા મા Negetive Marking નથી.
  • આ પરીક્ષા મા અંધ વિધાર્થીઓ ને પરીક્ષા નાં સમય ઉપરાંત 30 મિનિટ નો સમય વધારે આપવામાં આવશે.


FAQ

1. NMMS Scholarship શું છે ?

આ નેશનલ મી કમ મેરિટ સ્કોલરશીપ છે જે કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને આપવામા આવે છે.

2. NMMS Scholarship માં કેટલી શિષ્યવૃત્તિ મળે છે ?

આ સ્કોલરશીપ માં વિદ્યાર્થીઓ ને ટોટલ 48,000 હજાર રૂપિયા ની સ્કોલરશીપ મળે છે.ધોરણ 8 થી લઇ ને ધોરણ 12 સુધી મળતી રહે છે.

3. Gujarat NMMS Scholarship માં કોણ અરજી કરી શકે છે ?

આ સ્કોલરશીપ માં ગુજરાત રાજ્ય માં વસતા અને ધોરણ 8 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

4. NMMS Scholarship માં વિદ્યાર્થીઓ ને કોઈ પરિક્ષા આપવાની હોઈ છે ?

જી હા, આ સ્કોલરશીપ મેળવવા માટે વિદ્યાર્થીઓ ને એક પરીક્ષા આપવાની રહેશે.

5. NMMS પરીક્ષાનુ પુરું નામ 

"National Means cum Merit Scholarship scheme"

" નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના"

6. NMMS પરીક્ષા કોણ લે છે?

રાજ્ય પરીક્ષા બોર્ડ ,ગુજરાત રાજ્ય ,સેકટર-૨૧ ,ગાંધીનગર

7. NMMS પરીક્ષા યોજના કોણે અમલમાં મુકી?

MHRD,NEW DILHI

8. NMMS પરીક્ષા કોણ આપી શકે?

ધોરણ ૮ મા ભણતા વિધાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. 

9. NMMS પરીક્ષા પાસ થાય અને મેરીટમાં આવીએ તો કેટલા રૂપિયા મળે?

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ! ૧000/ લેખે વાર્ષિક રૂ ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે.

શિષ્યવૃત્તિની રકમ MIRD દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં National Scholarship Portal મારફતે કરો.

જરૂરી ડોક્યુમેન્ટ 

1. ધોરણ 7ની માર્કશીટ 

2. આવકનો દાખલો (તલાટી,મામલતદારશ્રી પાસેનો )

3. જાતિ દાખલો  (તલાટી,મામલતદારશ્રી પાસેનો )

4. વિદ્યાર્થીનો પાસપોર્ટ ફોટો અને સહી 

5. મોબાઇલ નંબર 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05/11/2022

ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે 

નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવા સેંટર પર આવવું 

દૂર વિસ્તારના વિદ્યાર્થી ઓ પણ અમારા સેન્ટર પર આવ્યા વગર ફોર્મ ભરાવી શકે છે 

પેમેન્ટ Google Pay ,Paytm,Phonpe, થી પણ સ્વીકારવામાં આવશે 

સરનામું 

ડિજિટલ સેવા કેન્દ્ર 

(કમ્પ્યુટર સાયબર સેન્ટર)

મુ.પો.-કુઇદા, તા.-ઉચ્છલ, જી.-તાપી 

મોબાઇલ નં.-📞8980301150

જીમેલ : vikibhai1039@gmail.com

સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો 


Join Whatspp Group 

 દરરોજ સવારે અને સાંજે  PDF સ્વરૂપે ન્યુઝ પેપર,

 શિક્ષક મિત્રો માટે પરીપત્ર

જનરલ નોલેજ સરકારી/પ્રાઇવેટ નોકરી અંગેની જાહેરાત

અગત્યના શૈક્ષણિક ન્યુઝ્

આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાના GK PDF

આવનારી યોજનાઓની માહિતી

તલાટી,ક્લાર્ક માટે જનરલ નોલેજનાં PDF

 સરકારી ભરતીઓ વિશે માહિતી

  ઉક્ત તમામ અપડેટસ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવ. 

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ગ્રુપ નં. 204


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ડિગ્રી માટે ઓનલાઇન ફોર્મ : ઓપન 

ઑફિશિયલ વેબસાઈટ : ઓપન 

સીધો સંપર્ક માટે : અહીં ક્લીક કરો  


कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.