બાળકોમાં મોબાઇલનું વળગણ વધી રહ્યું છે: દરરોજ 3+ કલાક સ્ક્રીન ટાઇમ, 82% બાળકો મોબાઇલ વગર નથી ચાલતું

Mr.Vikikumar
By -
0

બાળકોમાં મોબાઇલનું વળગણ વધી રહ્યું છે: દરરોજ 3+ કલાક સ્ક્રીન ટાઇમ, 82% બાળકો મોબાઇલ વગર નથી ચાલતું

🔹 ASER 2024 રિપોર્ટ મુજબ બાળકોમાં મોબાઇલનો અતિશય ઉપયોગ ચિંતાજનક

🔎 મુખ્ય મુદ્દા:
  • 82% બાળકો મોબાઇલ વાપરે છે
  • દરરોજ સરેરાશ 3 કલાકથી વધુ સ્ક્રીન ટાઇમ
  • 76% સોશિયલ મીડિયા માટે અને 57% અભ્યાસ માટે મોબાઇલ વાપરે છે
  • 8 થી 16 વર્ષના બાળકોમાં સૌથી વધુ વપરાશ
  • ગુજરાતમાં હજારો શાળાઓમાં મેદાન જ નથી

14મી નવેમ્બરના બાળદિને બાળકો રમવા મેદાન કે લાઇબ્રેરીમાં નહિ પરંતુ મોબાઇલ સ્ક્રીન પર વધુ સમય વીતાવતા જોવા મળ્યા. ASER-2024 સર્વે અનુસાર, ગ્રામિણ ગુજરાતના 82% બાળકો હવે સ્માર્ટફોન વાપરે છે.

બાળકોમાં મોબાઇલની લત એ હદ સુધી વધી ચૂકી છે કે ઘણા બાળકોને હવે મોબાઇલ વગર ચાલતું નથી. 83% બાળકો (ઉંમર 8 થી 16) દરરોજ મોબાઇલ વાપરે છે, જેમાંથી મોટા ભાગે ગેમ, વીડિયો, સોશિયલ મીડિયા અથવા ચેટિંગમાં સમય વીતાવે છે.

📱 બાળકનો સરેરાશ સ્ક્રીન ટાઇમ — 3 કલાકથી વધુ

ASER રિપોર્ટ મુજબ દરેક બાળકનો એવરેજ સ્ક્રીન ટાઇમ હવે 3 કલાકથી વધુ થઈ ગયો છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારમાં પણ બાળકો વ્યસની ગેમ્સ અને શોર્ટ વીડિયો તરફ આકર્ષાય છે.

🏫 ગુજરાતની હજારો શાળાઓમાં રમતના મેદાન જ નથી

ગુજરાતની 53,851 શાળાઓમાંથી 6,332 શાળાઓમાં મેદાન નથી. રાજ્યની કુલ 33,000 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 5,000 શાળાઓ મેદાન વગર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા બાળકો રમાડવા કરતાં મોબાઇલ આપીને જ શાંત કરવામાં આવ્યા છે, જેના કારણે તેમનો શારીરિક વિકાસ ખુબજ અસરગ્રસ્ત છે. ખાસ કરીને 2019 પછી જન્મેલા Covid-Era બાળકો વધારે અસરગ્રસ્ત છે.

⚠️ Covid પછી જન્મેલા બાળકોની સ્થિતિ વધુ ખરાબ

Covid-19 પછી જન્મેલા બાળકોને રમવા મેદાન મળતા નથી, બદલે મોબાઇલ સ્ક્રીન મળ્યો છે. શારીરિક વિકાસ, આંખોની તકલીફો, ધ્યાનની ક્ષતિ, ઊંઘમાં ઘટાડો જેવી સમસ્યાઓ વધી રહી છે.

255 જેટલી શાળાઓ કોમ્પ્લેક્સમાં ચાલે છે અને ત્યાં બાળકો પાનગલ્લા અને કોમર્શિયલ દુકાનો વચ્ચે થી પસાર થાય છે, જેને કારણે બચ્ચાઓ માનસિક અને સામાજિક રીતે પણ અસરગ્રસ્ત થાય છે.

📅 અપડેટ: નવેમ્બર 2025

✍️ લેખક: My4village સમાચાર ટીમ

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)
3/related/default